Latest

અધ્યાય ૧૪ - ગુણયત્ર-વિભાગ યોગ

परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१४-१॥

શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.(૧)

इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥१४-२॥

આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે
પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)

मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।संभवः सर्वभूतानां ततो भवति भारत ॥१४-३॥

હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું.
આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.(૩)

सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥१४-४॥

હે કાન્તેય  ! સર્વ યોનીમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા હું ગર્ભાધાન કરનારો પિતા છું.(૪)

सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥१४-५॥

હે મહાબાહો  ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે.
તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.(૫)

तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥१४-६॥

હે અનધ   ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત
સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે.  

रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥१४-७॥

હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે.
તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.(૭)  

तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥१४-८॥

હે ભારત  ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. તે જીવાત્મા ને પ્રમાદ, નિદ્રા વગેરે વડે બાંધે છે.(૮)

सत्त्वं सुखे संजयति रजः कर्मणि भारत ।ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत ॥१४-९॥

હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને
તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.(૯)

रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१४-१०॥

હે ભારત ! રજોગુણ,  સત્વગુણ અને તમોગુણને જીતી વૃદ્ધિ પામે છે.
તમોગુણ,  સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.(૧૦)

सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥१४-११॥

દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.(૧૧)

लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥१४-१२॥

હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા
એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૨)  

अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥१४-१३॥

વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ  એ  તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૩)

यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४-१४॥

સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે, તો તે
મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.(૧૪)

रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥१४-१५॥

રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે.
અને  તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુઆદિ મૂઢ યોનીમાં જન્મ થાય છે.(૧૫)

कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१४-१६॥

પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.(૧૬)

सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१४-१७॥

સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.(૧૭)

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१४-१८॥

જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને
તમોગુણી કનિષ્ટ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१४-१९॥

જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને અતીત
સમજે  છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥१४-२०॥

જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને અતિક્રમી
જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)

कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥१४-२१॥

અર્જુન કહે : હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?(૨૧)

प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥१४-२२॥

શ્રી ભગવાન કહે : હે પાંડવ ! જે જ્ઞાન, કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી
અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.(૨૨)

उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते ॥१४-२३॥

જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે,
પોતે કંઈ જ કરતો નથી.(૨૩)

समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥१४-२४॥

જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે,
પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે.(૨૪)

मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥१४-२५॥

જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને
જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે, તે ગુણાતીત કહેવાય છે.(૨૫)

मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥१४-२६II

જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી
બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.(૨૬)

ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥१४-२७॥

કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.(૨૭)


અધ્યાય ૧૪ - ગુણયત્ર-વિભાગ-યોગ - સમાપ્ત

Related image

No comments