Baal Vaarta - બાળવાર્તા 23 - દગાખોર મિત્ર
સોનેરી વનમાં હરણ અને કાગડો પાકા દોસ્ત હતા. એક વાર હરણ ચરીને પાછું ફરતું હતું ત્યારે સાથે શિયાળ પણ હતું. શિયાળને જોતા જ કાગડો ગુસ્સે થયો. તેણે હરણને પૂછ્યું, ‘આ શિયાળ તારી સાથે કેમ છે?’ હરણે જવાબ આપ્યો, ‘શિયાળનું વનમાં કોઈ નથી એટલે મારી સાથે દોસ્તી કરવા માગે છે.’ શિયાળ ગયું, પછી કાગડાએ હરણને કહ્યું, ‘શિયાળ તને દગો દેશે.
તું એનાથી દૂર રહે.’ હરણે તેની વાત ન માની. તે શિયાળની મીઠી વાતોમાં ફસાઈ ચૂકયું હતું. પણ સ્માર્ટ કાગડો શિયાળ પર નજર રાખતો. લુચ્ચું શિયાળ હરણને વિશ્વાસમાં લઈ તેનો શિકાર કરવા માગતું હતું. એક વાર શિયાળ હરણને મકાઈના ખેતરમાં લઈ ગયું. ખેતરના માલિકે ત્યાં જાળ પાથરી હતી એ શિયાળ જાણતું હતું. શિયાળે વિચાર્યું, ‘હરણ જાળમાં ફસાશે, હું બૂમ પાડીશ, ખેતરનો માલિક આવશે અને હરણને મારી નાખશે. બસ, પછી તો શિકાર મારા મોંમાં.’ ભોળીયું હરણ સાચે જ જાળમાં ફસાઈ ગયું. તેણે બૂમ પાડી.
શિયાળે કહ્યું, ‘તારું મૃત્યુ નજીક જ છે. હું બૂમ પાડીશ, ખેતરનો માલિક આવશે અને તને મારી નાખશે. પછી હું તને શાંતિથી ખાઈશ.’ ત્યારે હરણને કાગડાની વાત યાદ આવી. તે રડવા લાગ્યું. એ જ વખતે કાગડો આવી પહોંરયો. તેણે કહ્યું, ‘હરણ તેં મારી વાત ન માની અને આજે તું મોતના મુખમાં આવી પહોંરયો. હવે હું કહું એમ કર.’
કાગડાએ હરણને આખી યોજના સમજાવી અને પોતે એક ઝાડ ઉપર બેસી ગયો. આ બાજુ શિયાળનો અવાજ સાંભળી ખેતરનો માલિક આવી પહોંરયો. હરણને જોઇ તે બોલ્યો હું તને નહીં છોડું અને તે હરણ તરફ ગયો. નજીક જઈને જોયું તો હરણ મૃત પડયું હતું. તેણે હરણને જાળમાંથી બહાર કાઢયું. શિયાળ ઝાડીઓ પાછળ સંતાઈને જોઈ રહ્યું હતું.
No comments