Baal Vaarta - બાળવાર્તા 30 - નાનું બાળક
ઝરમર વરસાદ હમણાંજ થયો હતો. બગીચાના વૃક્ષોનાં પાંદડાં પરનાં વરસાદના ટીપા મોતીની જેમ અટકી રહ્યાં હતાં. ઠંડી હવાની લહેર, ચા નો પ્યાલો, નજર નવલકથા પર તો ક્યારેક રસ્તા પર આવતા-જતાં એકલ દોકલ લોકો પર અટકી જતી.
"લઈ લો........રેઇનકોટ ....નાના બાળકો નો " ની મીઠી-મીઠી બૂમ સંભળાઈ. જ્યારે જોયું તો ચેહરા પર હસવું આવી ગયું, વેચવાવાળો પોતે જ એક નાનો બાળક હતો. નજર થી નજર મળી અને તેના પગ દરવાજા સુધી આવી ગયાં.
"રેઇનકોટ જોઈએ છે? નાના બાળકો નો ?" તદ્દન મુશ્કેલીમાંથી બહાર લાવનારો અંદાજ.
"ના, જ્યારે ધરમાં કોઈ નાનું બાળક જ નથી તો રેઇનકોટનો શું ઉપયોગ?"
"ભલે, પગ પાછા વળ્યાં."
"સાંભળ! તું શા માટે પહેરરી લેતો નથી એક રેઇનકોટ ? પલળી રહ્યોં છે." માથા પર વિખરાયેલા વાળ અને ચહેરા પર ચમકતાં ટપકતાં મોતી જોઇને ન રહેવાયું.
"હં........." બેકારમાં સમયને બરબાદ કર્યો જેવા ચહેરા પરના ભાવ અને વાતાવરણમાં ગુંજતો રહેલો તેનો પ્રશ્ન - "હું કોઇ નાનો બાળક છું?"
No comments