Baal Vaarta - બાળવાર્તા 29 - રાજકુમાર
સાંજ થવાની તૈયારી હતી. સતત ઝરમર વરસાદથી ઘેરાયેલો દિવસ થાકીને જલ્દીથી રાતના પહેલુમાં ડૂબી જવા માંગતો હતો. લોકો ચિંતા કરતા હતા કે સવારની ગઇ વીજળી હજી સુધી આવી કેમ નથી. દિવસ તો નીકળી જાય છે, પણ રાતે વીજળી ન હોય એ માનવીનું મનોવિજ્ઞાન કબુલ નથી કરતું.
વિદ્યુતમંડળ કાર્યાલયમાં ધણધણી રહેલા ફોનના જવાબમાં જ્યારે થોડી વાર પછી વિદ્યુતમંડ્ળના કર્મચારીઓ સીડીવાડી ગાડી લઈ આવતા દેખાયા તો લોકોના ચેહરા પર સંતોષના ભાવ આવી ગયા.
નજદીક આવીને જોયુ તો વચ્ચેની વ્યક્તિજ પૂરી સીડીને ધક્કો મારી રહી હતી.. આસપાસના બંને લોકો તેને રસ્તો બતાવીને ચાલી રહ્યાં હતાં. પોતાની આંખોને આકાશ તરફ સ્થિર કરીને તે નેત્રહીન માથા પર પોલીથિનની થેલીને ઉલટાવી તેને મુંગટની જેમ પહેરીને કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગતો.
તે હસતો-હસતો આવી રહ્યો હતો,
લોકોના ઘરોમાં અજવાળું લાવવા....
પોતાની અંધારી દુનિયાને ભુલાવીને.......!
No comments